મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

મારો પરિચય

5-1

-1988માં આ જગતનાં કરોડો લોકોમાં એકનો ઉમેરો થયો હતો, એ હું. મારો જન્મ  માડકા ગામ  માં થયેલ. આજે મારો પરિચય આપતી વખતે એમ થાય છે કે આટલાં વર્ષો કેમ પસાર થઇ ગયા તેની ખબર જ નથી પડી. મારા ઉપર પપ્પાનો નાનપણથી જ ગજબનો અને અસહ્ય કડપ (અંકુશ) છતાં પણ મારી નજરે આજે હું ખુશ અને સુખી છું, અને એની પાછળનું કારણ એ નથી કે મારૂ વિશાળ વાંચન છે, કે આર્થિક સક્ષમતા છે, કે નથી એ કારણ કે મારી આજુબાજુનાં લોકો કદાચ સારા છે, પણ એકમાત્ર કારણ એ છે કે હું મારૂ જીવન વિવેકબુધ્ધિથી જીવવામાં માનું છું. એડવર્ડ ગિબન નામનાં વિચારકે પણ કહ્યું જ છે ને કે, ‘દરેક માણસનાં શિક્ષણનો સર્વોતમ અને સૌથી અગત્યનો ભાગ એણે પોતે પોતાની જાતને આપેલું શિક્ષણ છે.’ અને છતાંય મને એ પણ સમજ છે કે કેટલીક વખત આપણાં સુખમાં બાહ્ય પરીબળો પણ અસર કરતાં હોય છે. જો કે ત્યારે પણ વિવેકબુધ્ધિની જરૂર પડતી હોય છે, પણ ઘણીવખત બચી શકાતું હોતું નથી. એમર્સને પણ કહ્યું જ છે ને કે, ‘મનુષ્ય સામાન્ય રીતે ભિખારીની હાલતમાં રહે છે, પણ કોઇવાર તે જાગૃત થાય છે. પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરે છે, અને તેને લાગે છે કે તે સાચો રાજકુમાર છે’.